Satya Tv News

અંકલેશ્વર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બુરહાની સ્પોર્ટ્સ કલબનું ક્રિકેટ ગ્રાઉન્ડ કરાયું તૈયાર
ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ થકી કરાયો પ્રારંભ
અંક્લેશ્વર ન.પા. પ્રમુખ,ભરુચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન,સહિતના સભ્યો હાજર

અંકલેશ્વરના ઉમરવાડા ગામ ખાતે બુરહાની સ્પોર્ટ્સ કલબનું નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

ભરુચ-અંકલેશ્વરના ગામડાના ક્રિકેટ રમતા ખેલાડીઓ રાજ્ય અને દેશ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન મેળવે તે માટે અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામ ખાતે શબ્બીર હુસેન વખારવાલા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બુરહાની સ્પોર્ટ્સ કલબનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જે સ્પોર્ટ્સ કલબનું આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરુચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંક્લેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા,ભરુચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ ઈસ્માઈલ મતાદાર અને શબ્બીર હુસેન વખારવાલા મેમોરિયલ ટ્રસ્ટના ફકરૂદ્દીન તેમજ મૂર્તુઝા વખારવાલા,આમંત્રિતો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: