Satya Tv News

સભાસદોને હિસાબો રજૂ કરી સાત મુદાઓ મંજુર કર્યા
પ્રમુખ સ્થાનેથી ખાંડના રાહત દરે વેચાણ ભાવ નક્કી કરવા ઠરાવવામાં આવ્યું

વાલિયા તાલુકાની જીવાદોરી વટારીયાની ગણેશ સુગર ફેકટરી ખાતે 2020-21ના વર્ષની 35મી વાર્ષિક સાધારણ સભા કરસન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી

જેમાં આઠ જેટલા મુદ્દાઓ ઉપર વ્યવસ્થાપક સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી અને સભાસદોને હિસાબો રજૂ કરી સાત મુદાઓ મંજુર કર્યા હતા જ્યારે સને 2021-2022ના વર્ષ માટે આંતરિક અન્વેષકની કરેલ નિમણુંકને બહાલી માટે મુકતા સભાસદોએ વાંધો રજૂ કર્યો હતો.આ સભામાં સંસ્થાની મુદત 12 06 2020 ના રોજ પુરી થયા બાદ કોવિડ-19 કારણે રદ થતા હવે ફરીથી ચૂંટણી યોજવા સભાસદોએ એકસૂર મિલાવ્યો હતો તો પ્રમુખ સ્થાનેથી ખાંડના રાહત દરે વેચાણ ભાવ નક્કી કરવા ઠરાવવામાં આવ્યું હતું જ્યારે સભાસદોએ ખાંડની ઘટ બાબતે રકઝક કરી હતી.

જર્નાસ્લીટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: