અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી
અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઇટમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવ્રત કરાવ્યો
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી
આજરોજ ટ્રેલર નંબર-જી.જે.12.બી.ડબલ્યુ 8118 લઈ ચાલક સુરત તરફથી અંકલેશ્વર બાજુ જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ચોકડી પાસે આગળ ચાલતી ટ્રકમાં ટ્રેલર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઇટમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવ્રત કરાવ્યો હતો.
જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર