Satya Tv News

અંકલેશ્વર કસ્બાતી વાડ ખાતે વિધિવત અંકલેશ્વર સબ જેલનો પ્રારંભ કરાયો છે. અત્યાર સુધી અંકલેશ્વરના કેદીઓને ભરૂચ ખાતે આવેલી સબજેલમાં રાખવામાં આવતાં હતાં.

અંકલેશ્વર મામલતદારના તાબા હેઠળ સબ જેલનું સંચાલન કરવામાં આવશે. અંકલેશ્વર કોર્ટના તમામ કાચા કામના કેદી હવે અહીં રાખવામાં આવશે. જેથી હવે કેદીઓના પરિજનો હવે ભરૂચ સબ જેલ નહિ જવું પડે.100 પુરુષ કેદીની ક્ષમતા યુક્ત જેલમાં પ્રથમ તબક્કામાં 54 કેદીઓને અલગ અલગ બેરીકેટમાં વેરિફિકેશન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યાં છે. 25 કેદીઓની ક્ષમતા ધરાવતી મહિલા બેરીકેટમાં હાલ બે મહિલા કેદી પણ છે. મોબાઈલ ઝામર, ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી કેમેરા થી લઇ સૌથી ઉંચી સિમેન્ટ કોન્ક્રીટની દીવાલ સાથેની થ્રી લેયર જેલ નું સંચાલન અંકલેશ્વર મામલતદાર કચેરી તરફથી કરાશે. અંકલેશ્વર ઇન્ચાર્જ મામલતદાર અલ્પેશ પરમારની ઉપસ્થિતિમાં જેલનું લોકાર્પણ કરાયું હતું.

error: