વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે :APMC
સભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ
કલમ 13ની જોગવાઈ મુજબ APMCના સભ્ય પદેથી દૂર કરાયો હુકમ
એ. પી. એમ. સી. હાંસોટ ના પૂર્વ ચેરમેન અને હાંસોટ ના કોંગ્રેસ આગેવાન વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજ રોજ હૂકમ કરવામા આવતા તાલુકાનાં રાજકારણ માં ખડભરાટ મચી જવા પામ્યો છે
વર્ષો થી ભાજપ સાથે સંકળાયેલ વિજય સિંહ ટી પટેલ ને પક્ષના કાર્યકરો સાથે મતભેદ સર્જાતાં ભાજપ માંથી રાજીનામું આપી થોડા સમય પૂર્વે કોંગ્રેસ માં જોડાઈ ગયેલ હતા વિજય સિંહ પટેલ એ. પી. એમ. સી. હાંસોટ ની યોજાયેલ ચૂંટણીમાં ચૂંટાઈ આવતા તેઓ એ. પી. એમ. સી. ના ચેરમેન પદે આરૂઢ થયા હતા ભાજપ ના કાર્યકરો સાથે મતભેદ સર્જાતાં તેઓએ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું
વિજયસિંહ ટી. પટેલ ની સાથે ટેલીફોનીક વાતચીતમાં આજ રોજ પોતાને એ પી એમ સી હાંસોટ ના સભ્ય પદે થી આવેલ હુકમ અંગે પ્રતિક્રિયા પૂછતાં તેઓ એ જણાવેલ કે મારા વિરુદ્ધ પૂર્વ આયોજીત દ્વેષ પૂર્ણ કાર્યવાહી કરી મને ખોટા કેસોમાં ફસાવી આગામી પંડવાઇ સુગર ની ચુંટણી મા હું ઉભો ન રહી શકું તે માટે ખોટા પુરાવા ઉભા કરી મને દોષિત ઠેરવી કલમ 13 ની જોગવાઈ મુજબ મને એ પી એમ સી ના સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કરાયો છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી મા મારા પ્રતિસ્પર્ધી ની હાર થવાને કારણે મને બતાવી દેવાની ધમકી પણ મળેલ હતી
આ હુકમ માં નિયામક યુ. એમ. વાસણવળા ના જણાવ્યાં અનુસાર એ પી એમ સી હાંસોટ માં ખેડૂત વિભાગ માં ચૂંટાયેલ સભ્ય વિજય સિંહ ઠાકોર ભાઈ પટેલ કલમ 13 ની જોગવાઈ મુજબ ફરજ અદા કરવામાં ગેરવર્ણતુક હોવાનું, શરમ જનક વર્ણતુક બદલ દોષિત થયેલ હોવાનું રેકર્ડ અંધારિત ફલિત થતું હોવાથી વિજય સિંહ ટી પટેલ ને એ પી એમ સી હાંસોટ ના ખેડુત વિભાગના સભ્ય તરીકે દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે
જર્નાસ્લીટ પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ