Satya Tv News

ઝઘડિયા તાલુકા સહીત આસપાસના રહીશોને હવે કોરોના ટેસ્ટ કરાવવું સહેલું થયું છે. અનેક વિધ સેવા આપતી સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર ઝઘડિયા ખાતે શરૂ કરવામાં આવ્યું છે.

ઝઘડિયા સેવા રૂરલ છેલ્લા ચાર દાયકાથી ભરૂચ નર્મદા તાપી જિલ્લાઓમાં આરોગ્ય લક્ષી સેવાકીય કામગીરી કરે છે. કોરોના મહામારી દરમિયાન સેવા રૂરલ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આઇસોલેશન વોર્ડ વિગેરે દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવી હતી. હાલમાં કોરોના ની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે સેવા રૂરલ ઝઘડિયા દ્વારા કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર ઝઘડિયા ખાતે શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવશે. આરટી પીસીઆર ટેસ્ટ ટોકન ચાર્જ ના પચાસ રૂપિયા લઈને કરવામાં આવશે. જે ટેસ્ટ ના પ્રાઈવેટ લેબમાં 400થી વધારે રૂપિયામાં થાય છે. કોરોના ટેસ્ટ કરવા આવનાર દર્દીઓએ આધારકાર્ડ સાથે લેવાનો રહેશે અને કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સોમથી શનિ બપોરે 2 થી 4 વાગ્યા સુધી બાલ મંદિર ટેકરા ફળિયા ઝઘડિયા ખાતે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: