Satya Tv News

સુરત શહેરાના ડિંડોલી વિસ્તારના આરડી નગરમાં ઘરમાં ગેસ લીકેજ થવાના કારણે આગ લગતા પરિવાર 6 સભ્યો તથા બાજુના રૂમમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતા તમામને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારના આરડી નગરના પ્લોટ-160માં રહેતા છોટેલાલ રામકિશોર રામ જેઓ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમનાં ઘરમાં ગઈકાલે 9:30 વાગે અચાનક જ ગેસ લિકે જ થતાં આગ લાગી હતી. આ આગમાં તેમનું સકયુક્ત પરિવાર અને અન્ય 70 વર્ષીય વૃદ્ધ જેઓ તેમનાં રૂમમાં સુતા હતા તેમને આ આગે પોતાના ઝપેટમાં લેતા તેઓ પણ સંપૂર્ણ રીતે દાઝી ગયા હતા. આ તમામ લોકોને ત્યાંના જ લોકોએ તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામ લોકો હાલ સારવાર હેઠળ છે.

ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલ પરિવાર પર એક નજર કરીએ તો કંચનભાઇ. પી. સિંગ. ઉમર વર્ષ 70, પવનકુમાર ચોટેલાલ રામ ઉંમર વર્ષ 23, શ્રવણકુમાર છોટેલાલ રામ ઉંમર વર્ષ 10, રાહુલ દોમન પ્રસાદ રામ ઉંમર વર્ષ 17, છોટેલાલ રામકિશોર રામ ઉંમર વર્ષ 39, સંતોષીદેવી છોટેલાલ રામ ઉંમર વર્ષ 36, સુમનકુમાર છોટેલાલા રામ ઉંમર વર્ષ 16નાઓ છે.

નોંધનીય છે કે ઘટના પહેલા અંદાજિત સાડા સાત વાગ્યા આસપાસ ગેસ લીકેજ થતા બોટલ બહાર મુકવામાં આવ્યો હતો. જે બાદ અચાનક સાડા નવ વાગ્યાના અરસામાં ઘટના બનતા જોતજોતામાં સમગ્ર મકાનમાં આગ પ્રસરી જતા લોકો સ્તબ્ધ રહી ગયા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરુ કરતા પરિવારના જીવ બચ્યા હતા. જેમાં ફાયર વિભાગ અને એમ્બ્યુલસને આવતા વિલંબ થતા લોકો લાલઘૂમ થયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: