Satya Tv News

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1374 પર પહોંચ્યો

ભરૂચ જિલ્લામાં રવિવારે 130 કેસ નોંધાયા

130 કેસ પૈકી 110 કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરના જ

કોરોના સારવાર લેતા એક દર્દીનું થયું મોત

ભરૂચ જિલ્લામાં રવિવારે 130 કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં 130 પૈકી 110 કેસ ભરૂચ અને અંકલેશ્વરમાં જ નોંધાવા પામ્યા છે. વધુમાં કોરોનાની સારવાર લઇ રહેલ વયોવૃદ્ધનું મોત થતા કોવિદ સ્મશાન ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના નવા રવિવારે 130 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 1374 પર પહોંચ્યો હતો. ભરૂચમાં 86, અંક્લેશ્વરમાં 24 કેસ નોંધાયાં હતાં. જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવતાં સંખ્યામાં વધારો થયો હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા કુદકેને ભુસક વધી રહી છે. આજે રવિવારે પણ જિલ્લામાં કોરોનાના નવા 130 કેસ નોંધાયાં હતાં. જોકે, તે પૈકીના 84 ટકા એટલે કે 110 કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરમાં જ નોંધાયાં હતાં. રવિવારે નોંધાયેલાં કેસોમાં ભરૂચમાં 86, અંક્લેશ્વરમાં 24, વાલિયામાં 11, વાગરામાં 6, ઝઘડિયામાં 2 અને નેત્રંગમાં 1 કેસ નોંધાયો હતો.

જિલ્લામાં રવિવારે 34 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 584 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે હાલમાં 735 લકો હોમઆઇસોલેશનમાં જ્યારે 54 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વધુમાં ભરૂચના લિંક રોડ પર આવેલ અક્ષર નગર સોસાયટીમાં કોરોનાનો એક પણ ડોઝ નહિ લઇ ઘરમાં જ સારવાર લઇ રહેલ 94 વર્ષીય જયંતીભાઈ દાદાભાઈ પટેલનું અવસાન થયું હતુ. જેઓની અંતિમક્રિયા પરિવારના સભ્યોએ અંકલેશ્વર તરફ આવેલ કોવિદ સ્મશાન ખાતે કરી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: