Satya Tv News

પાલેજ રેલવે સ્ટેશને અપ-લુપ લાઈનને જોડતા ટ્રેક પર ક્ષતિ

ગેંગમેનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

વડોદરાથી ભરૂચ તરફ આવતી 7 ટ્રેનોને અડધો કલાક વિલંબિત

ટ્રેક ચેકીંગ વેળા ગેંગમેન ચંદનકુમારના ધ્યાને ટ્રેક ફેક્ચર આવ્યું

ચાર સૂપરફાસ્ટ ટ્રેનો પાલેજ-કરજણ વચ્ચે ઉભી રાખી દેવાઈ

ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન નજીક અપલાઈન ઉપર રેલ ફેક્ચરની ઘટના રવિવારે સામે આવી હતી. ગેંગમેનના ચેકીંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશને થોભાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના તળી હતી.જેને લઇ પાલેજ લુપલાઈન પરથી ટ્રેનોને પસાર કરવામાં આવતા 7 જેટલી ટ્રેનો અડધો કલાક મોડી પડી હતી.

વડોદરા-ભરૂચ વચ્ચે પાલેજ રેલવે સ્ટેશન નજીક અપલાઈન ઉપર રેલ ફેક્ચરની ઘટના રવિવારે સવારે સામે આવી હતી. ગેંગમેનના ચેકીંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી. પાલેજ લુપલાઈન પરથી ટ્રેનોને પસાર કરવામાં આવતા 7 જેટલી ટ્રેનો અડધો કલાક મોડી પડી હતી.

શિયાળામાં ઠંડીના કારણે પાટા સંકોચાવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પુર ઝડપે પસાર થતા રેલ કે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટે છે. એટલે કે અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતા તૂટી જાય છે. આવી જ એક ઘટના રવિવારે સવારે પાલેજ નજીક સામે આવી હતી.

વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર પાલેજ રેલવે સ્ટેશન નજીક લુપલાઈનને જોડતો રેલવે ટ્રેક ફેક્ચર થયો હતો. રવિવારે સવારે પાંચ વાગ્યાથી ફરજ બજાવતાં ગેગમેન ચંદન કુમારનું સવારે રેલવે ટ્રેક ચેકીંગ વેળાં ધ્યાન પડતાં ઘટનાની જાણ પાલેજ રેલવે સ્ટેશન અધિકારી મીનાને કરતા રેલવે તંત્ર દોડતું થયું હતું. પાટામાં ભંગાણની જાણ પીડબ્લ્યુઆઈને પણ કરી હતી. ઘટના પાલેજ રેલવે સ્ટેશનથી ભરૂચ તરફનાં થાંભલા નંબર 350/1012/1013ની વચ્ચે બની હતી. ઉચ્ચ રેલવે અધિકારીઓને રેલ ફેક્ચરનો મેસેજ અપાતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતાં વચ્ચેના સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી. ત્યાર પછી એક પછી એક 4 એક્સપ્રેસ સુપર ફાસ્ટ ટ્રેનોને પાલેજ ડાઉન ટ્રેક ઉપર સાઇડીગ માંથી પસાર કરી આગળ જવા રવાના કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: