Satya Tv News

વાલિયા પી.આઈ. એસ.ડી.ફૂલતરિયાને નાઈટ પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી આધારે કરસાડ ગામમાં રહેતો બુટલેગર પ્રતિકસિંહ ઇન્દ્રસિંહ રણાએ દારૂનો મોટો જથ્થો ઠાલવ્યો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે કરસાડ ગામની સીમમાં આવેલા શેરડીના ખેતરમાં દરોડો પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1578 બોટલ મળી 1.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

જર્નાસ્લીટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: