Satya Tv News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે ૧૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગત વર્ષે ૯ જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે. જાન્યુઆરી માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કુલ ૧,૨૪,૩૬૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૫૬ વ્યક્તિના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક ૭૯૬૦૦ છે જ્યારે ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન કુલ ૧૭ હજાર એક્ટિવ કેસ માંડ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે માત્ર એક જ દિવસમાં ૧૭ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં ૩૫%નો ઉછાળો થયો છે. કોરોનાના કેસને મામલે અમદાવાદ ફરી એકવાર રાજ્યમાં ‘હોટ સ્પોટ’ બની ગયું છે. અમદાવાદ શહેરમાં ૫૯૯૮-ગ્રામ્યમાં ૮૦ સાથે ૬૦૭૮ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દૈનિક કેસે પ્રથમવાર ૬ હજારની સપાટી વટાવી છે. સુરત શહેરમાં ૩૫૬૩-ગ્રામ્યમાં ૪૨૩ સાથે ૩૯૮૬, વડોદરા શહેરમાં ૧૫૩૯-ગ્રામ્યમંાં ૧૩૧ સાથે ૧૬૭૦, રાજકોટ શહેરમાં ૧૩૩૬-ગ્રામ્યમાં ૧૨૫ સાથે ૧૪૬૧, ગાંધીનગર શહેરમાં ૪૦૯-ગ્રામ્યમાં ૭૪ સાથે ૪૮૩, ભાવનગર શહેરમાં ૩૯૯-ગ્રામ્યમાં ૧૦૨ સાથે ૫૦૧, જામનગર શહેરમાં ૨૫૨-ગ્રામ્યમાં ૧૦૨ સાથે ૩૫૪, મહેસાણામાં ૨૪૦, નવસારીમાં ૨૧૧, ભરૃચમાં ૨૦૬ કેસ સામે આવ્યા હતા.

આમ, ૧૦ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦૦થી વધુ નોંધાયો છે. અન્યત્ર કચ્છમાં ૧૭૫, બનાસકાંઠામાં ૧૬૩, જુનાગઢ શહેરમાં ૧૧૬-ગ્રામ્યમાં ૧૫ સાથે ૧૩૧, પાટણમાં ૧૧૯, ખેડામાં ૮૫, સુરેન્દ્રનગરમાં ૭૮, અમરેલીમાં ૭૬, આણંદમાં ૬૫, દાહોદમાં ૬૨, સાબરકાંઠામાં ૫૧, નર્મદામાં ૪૮, પંચમહાલમાં ૪૫, ગીર સોમનાથમાં ૪૨, મહીસાગરમાં ૩૯, દેવભૂમિ દ્વારકામાં ૩૪, પોરબંદર-તાપીમાં ૩૦, બોટાદમાં ૧૨, અરવલ્લીમાં ૧૦, છોટા ઉદેપુર-ડાંગમાં ૩-૩ નવા કેસ નોંધાયા હતા.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૯,૫૬,૧૧૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ પાંચ, અમદાવાદમાંથી ૩, ભાવનગર-વલસાડમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૭૪ છે. અમદાવાદમાં અત્યારસુધી ૩૪૨૧ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં ૭૯૬૦૦ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ ૨૭૨૬૧ દર્દીઓનો સમાવેશ થાય છે. ૧૧ જાન્યુઆરીએ રાજ્યમાં ૩૭૨૩૮ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં બમણાથી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૮૩ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૬૬,૩૩૮ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે. રીક્વરી રેટ હવે ઘટીને ૯૦.૬૧% છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: