હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે તે હેતુથી હાંસોટ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
કોવીડ ૧૯ મહામારી માં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો ને ગુજરાત સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે તેનો વિરોધ નોંધાવી હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવી તેમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યુ છે અને મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે સરકાર મોતનાં આંકડા છૂપાવવા ની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અંતર્ગત ની જોગવાઇ મુજબ કુદરતી આપદા સમયે સહાય નાં ચાર લાખ રૃપિયા ચૂકવવા પૈસા નથી અને બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન – હેલિકોપ્ટર ખરીદવા માટે કરોડો રૃપિયા વેડફી રહી છે એવા આક્ષેપ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના ના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે તેવી માંગણીઓ કરતું આવેદન પત્ર હાંસોટ મામલતદાર ને પાઠવવામાં આવ્યુ હતું
જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ