ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો
11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા
પલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી
સુરત નાં પલસાણા ખાતે આવેલ સૌમ્યા ડાંઇંગ મિલમાં મળસ્કે 3 વાગ્યાં નાં અરસમાં આગ લાગવાની ઘટના બની હતી. મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જોકે આગ ની ઘટના ને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પલસાણા જી.આઈ.ડી.સી.માં આવેલ સોમ્યા પ્રોસેસિંગ મિલમાં ભીંસણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.સૌમ્યા ડાંઇંગ મિલમા મળસ્કે 3:30 વાગ્યાં નાં અરસમાં અચાનક આગ ભભુકી હતી અને આગે વિકરાળ બની હતી. સુરત,પલસાણા,બારડોલી, માંડવી તેમજ નવસારીની ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે મિલમાં રહેલા બે ગેસના બાટલા ધડાકા સાથે ફાટતા પલસાણા જી.આઈ.ડી.સી માં દોઢધામ મચી જવા પામી હતી.પલસાણા પી.એસ.આઈ. ગઢવી સહિતનો પોલિસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો….. રાજસ્થાનના કામદાર મિલમાં ફર્નિચરનું કામ કરવા માટે આવ્યા હતા જેંઓ આગ માં ફસાઈ જતા ત્રણેય કામદારો ના મોત નીપજ્ય હતા.જો કે જ્યાર થી આગ લાગી ત્યાર થી ત્રણેય કામદારો લાપતા હતા 11 કલાક ની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા.અને ફાયર ની ટીમ દ્વારા ત્રણેય મૃતદેહો ને બહાર કાઢ્યા હતા.હાલ તો પલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જર્નાસ્લીટ વિવેક રાઠોડ સત્યા ટીવી ,કીમ