Satya Tv News

વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જે
પરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને કરવામાં આવતું હતું વેચાણ

અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી

અંકલેશ્વર શહેરની નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગર લીલાબેન વસન મોદી પરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને વેચાણ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી

જર્નાસ્લીટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: