Satya Tv News


અંકલેશ્વરના પોલીસ વિભાગ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાય

ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન

દેશના તિરંગાને જવાનોએ સલામી આપી ગણતંત્ર દિવસની કરી ઉજવણી


અંકલેશ્વર વિભાગના ત્રણ પોલીસ મથક, વિભાગીય પોલીસ વડા કચેરી, અને નવનિર્મિત સબજેલ ખાતે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જવાનોએ દેશના તિરંગાને સલામી આપી હતી.


અંકલેશ્વર સહીત સમગ્ર દેશમાં કોરોના મહામારી વચ્ચે ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે અંકલેશ્વર તાલુકામાં આવેલ ત્રણેય પોલીસ મથક, વિભાગીય પોલીસ વડા કચેરી અને નવનિર્મિત સબજેલ ખાતે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે દેશના તિરંગાને જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી.

YouTube player

જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે DYSP ચિરાગ દેસાઇના હસ્તે રાષ્ટ્ર ધ્વજને ફરકાવી જવાનોએ શસ્ત્રો સાથે દેશના તિરંગાને સલામી આપી 73માં ગણતંત્ર દિવસની ઉજવણીના સહભાગી બન્યા હતા.

આજ રીતે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પટાંગણમાં પોલીસ ઇન્સ્પેકટર વી.એલ. રબારીના હસ્તે રાષ્ટ્રના તિરંગાને ફરકાવી સલામી આપવામાં આવી હત. જેમાં પોલીસ મથકના પોલીસ જવાનો 73માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે દેશના તિરંગાને સલામી આપી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે પણ પોલીસ ઇન્સ્પેકટર આર. એન. કરમઠિયાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. 73માં ગણતંત્ર દીવાની ઉજવણીના આ પર્વે પોલીસ મથકના જવાનો જીઆરડી મહિલાઓ રાષ્ટ્રના તિરંગાને સલામી આપી દેશપ્રેમ દર્શાવ્યો હતો.

તો અંકલેશ્વરના કસ્બાતીવાર્ડ પાસે બનેલ નવનિર્મિત સબજેલ ખાતે સબજેલના જેલર દ્વારા દેશના તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો. જેમાં જેલના પોલીસ કર્મીઓએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી 73 ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: