Satya Tv News

ડેડીયાપાડા , ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ ને સિંચાઈ માટેની સુવિધા મળેજલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી

તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ કર્યું હતું. તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખભાઇ વસાવા , પૂર્વ વન મંત્રીઅને પૂર્વ ધારાસભ્ય મોતીલાલભાઈ વસાવા (ડેડીયાપાડા), સુરત જિલ્લા પંચાયત કારોબારી અદયક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા,શંકર ભાઈ વસાવા ડેડીયાપાડા તાલુકા ભાજપા ડેડીયાપાડા જોડાયા હતા.

ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ ને સિંચાઈ માટેની સુવિધા મળે અને આદિવાસી સમાજ ખુબ પ્રગતિ કરે એના માટે તમામ લોકો સાથે જાત નિરીક્ષણ કર્યું હતું અને , સિંચાઈ વિભાગ ના અધિકારી તેમજ એલ. એન.ટી કંપની ના એંન્જીનીયર સાથે સ્થળ પર મિટિંગ કરી જલ્દી થી જલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી મઁત્રી ગણપતસિંહ વસાવાએ આપી હતી.

સાંસદ મનસુખભાઇ વસાવા તથા તેમની સાથેના આગેવાનોએ વાડી ગામે નિરાત મહારાજના મંદિરે તથા ભાથીજી મહારાજના મંદિરે ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.ત્યાંથી સીધા ઉકાઈ સર્કિટ હાઉસ ખાતે ઉકાઈ જળાશય યોજના આધારિત ઉમરપાડા,ડેડીયાપાડા તાલુકાના સિંચાઈ માટેના ઉકાઈ પાઇપલાઇન પ્રોજેક્ટ-૨ બાબતે અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, L&T કંપનીના એન્જિનિયરો તથા તેમની સમગ્ર ટીમ સાથે થયેલ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ચર્ચા થયા બાદ સાઈડની વિઝીટ કરવામાં આવી હતી.

ત્યારબાદ જ્યાંથી પાણી ઉપાડવાનું છે, તે સોનગઢ તાલુકાના સાતકાશી-વડપાડા વિસ્તારનો પ્રવાસ કરીને આ યોજનાના ચાલતા કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.અને ઉમરપાડા થઈને સીધા ડેડીયાપાડા તાલુકાના ચિકદા ખાતે અને વગેરે સ્થળ પર ચાલતા સિંચાઈ વિભાગના પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

ત્યારબાદ ડેડીયાપાડા તાલુકાના રેલવા ભરાડા ગામ ખાતે આ વિસ્તારના ખેડૂતો તથા ઉમરપાડા તાલુકાના આગેવાનોને તથા ખેડૂતોને આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવીહતી.અને આ ઉકાઈ પાઇપલાઇન પ્રોજેક્ટથી ઉમરપાડા તાલુકાના ખેડૂતોને તથા ડેડીયાપાડા તાલુકાના કુલ 39 ગામોના ખેડૂતોને આ યોજનાનું સિંચાઈનું પાણી મળશે અને બંને તાલુકાના આદિવાસી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે અને સિંચાઈની ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ ખૂબ ડેવલોપમેન્ટ થશે, તેવી માહિતી આપવામાં આવી હતી. તે માટે તમામ આદિવાસી આગેવાનોએ આ ભગીરથ કાર્ય માટે પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાને હૃદય પૂર્વક શુભકામનાઓ પાઠવી આ કાર્ય માટે બિરદાવ્યા હતા.

જર્નાલિસીટ જ્યોતિ જગતાપ સાથે સત્યા ટીવી , રાજપીપલા

error: