Satya Tv News

સુરતમાંથી અપહ્ત થયેલું 2 વર્ષનું બાળક 72 કલાક બાદ મળ્યું,
અપહરણ કરનાર મહિલા પણ ઝડપાઈ
પોલીસે લોકોની મદદ માગતા બાળકના ફોટો સાથેની વિગતો લોકો સામે મુકી છે.
બાળક કે અપહરણકારોના નામ ગુપ્ત રખાશે- પોલીસ

સુરતના ડિંડોલી પોલીસે માસુમ બાળકના અપહરણ કેસને ઉકેલવા સોશિયલ મીડિયા અને પોસ્ટર લગાડી લોકોની મદદ માગી હતી.72 કલાક બાદ અપહરણ કરનાર મહિલા અને બાળક બન્ને મળી આવ્યા છે

સુરતના ડિંડોલી પોલીસે માસુમ બાળકના અપહરણ કેસને ઉકેલવા સોશિયલ મીડિયા અને પોસ્ટર લગાડી લોકોની મદદ માગી હતી.72 કલાક બાદ અપહરણ કરનાર મહિલા અને બાળક બન્ને મળી આવ્યા હતા.પીઆઈ કેબી દેસાઈએ બાળક હેમખેમ હોવાનું અને આરોપી મહિલા પકડાય ગઈ હોવાની પુષ્ટિ કરી હતી.

2 વર્ષના બાળકના અપહરણ કેસમાં મહિલા બાળકના પિતાના સંબંધમાં હોવાનું બહાર આવ્યું છે. આરોપી રુબીનાની બહેનને કોઈ બાળક ન હોવાથી તેણે માસુમ બાળકનું અપહરણ કર્યું હતું. આરોપી મહિલાએ બાળકનો પિતા જેલમાં હોવાનો લાભ ઉઠાવ્યો હતો. બાળકનું અપહરણ કરી નંદુરબાર લઈ ગયા હતા. આરોપી રૂબીનાની બહેનના બીજા લગ્ન બાદ નિઃસંતાન હોવાના કારણે બાળકનું અપહરણ કરી બહેનને આપવાનો પ્લાન ઘડાયો હતો. હાલ તપાસ ચાલી રહી છે.

72 કલાકથી અપહરણ કરાયેલા ભેસ્તાનના 2 વર્ષના માસુમ બાળક કેસમાં કાળા બુરખાધારી અજાણી મહિલાના કોઈ વાવડ નહિ મળતા પોલીસે સોશિયલ મીડિયાનું હથિયાર અપનાવ્યું હતું. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જાહેર જગ્યા ઉપર બાળક ના ફોટો સાથેના પોસ્ટર લગાડી માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે એવું પણ જણાવ્યું હતું.

આલીયા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ ઝફર ઉર્ફે કવ્વાલ અમીર શેખ (રહે ભેસ્તાન આવાસ) એ જણાવ્યું હતું કે, તેઓ સામાન્ય પરિવારના છે અને મજૂરી કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. રવિવારના રોજ તેઓ કામાર્થે બહાર ગયા હતા. 7 વર્ષીય પુત્રી અને 2 વર્ષીય પુત્ર દાનીશ ઘરે એકલા હતા. તે દરમિયાન બપોરના સુમારે કાળો બુરખો પહેરીને આવેલી એક અજાણી મહિલા રૂમમાં ધસી આવી હતી. અને માસુમ પુત્રીને કહ્યું હતું કે, તારી મમ્મી ગેટ ઉપર ઉભી છે, તારી રાહ જુવે છે. માસુમ દીકરી નાના ભાઈને છોડી ગેટ તરફ જતા જ અજાણી મહિલા અપહરણ કરી ભાગી ગઈ હતી.

વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: