Satya Tv News

દેશના અન્ય ઘાટ કરતાં નર્મદા ઘાટની આરતીનો ચાર્જ દશ ઘણો વધારે !?

સાધુ સંતો સહીત ભક્તોમાં નારાજગી. વિરોધનો ઉઠ્યો સુર.

ભક્તો સાથે આરતીના નામે રીતસરની ઉઘાડી લૂંટ ? એ વિષય હવે ભક્તોમા ચર્ચાનો અને વિવાદનો વિષય બન્યો

ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજાકરવી હોય અથવા ધ્વાજારોહણ ,સંકલ્પ પૂજા કરવી હોય તો તેનોપણ ચાર્જ અલગ નક્કી કરાશે.

સરકાર પીછેહઠ નહીં કરે તો હું અનશન પર ઉતરીશ – સદાનંદ મહારાજ

નર્મદા નદીના ગોરા ઘાટ પર હવેથીનર્મદા આરતી રોજ થશે જોકે તેનુંલોકાર્પણ વિધવિત હજુ બાકી જ છે પરંતુ તંત્ર દ્વારા નિર્માણ ઘાટપર રોજ 51 દીવાની 7 આરતી લોકાર્પણ વગર જ શરૂ કરી દેવામાં આવી છે. હાલ આ આરતી બ્રાહ્મણો દવારા કરાવવામા આવે છે.

હાલ શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને SOUસત્તામંડળ ના સંયુક્ત નિર્ણયથી હવે આ નર્મદા આરતીનો લાભ ભક્તો પ્રવાસીઓ માણી શકે એટલે રોજના 7 જેટલા ભક્તોને યજમાનપદ અપાવા નું નક્કી કરવામાં આવ્યું છે.જોકે યજમાન પદ મેળવી ભક્તો આરતી જાતે તો નહીંજ કરી શકે પરંતુ પોતે સંકલ્પ લઈને બ્રાહ્મણો દ્વારાઆ મહા આરતી કરવામાં આવશે.એટલે જેતે દિવસે તેમના નામની આરતી થશે. પણ ભક્તોના નામથી આરતી મફતમા તો નહીં જ થાય.આ માટે એક આરતી કરાવવાનો ચાર્જ 2500 રૂપિયા આપવા પડશે. આ ચાર્જ ભક્તો પાસેથી તેમના નામની આરતી કરાવવાનો ચાર્જ નક્કી નક્કી કરવામાં આવ્યો છે. અને આ રકમ સુલપાણેશ્વર મંદિરઅને ઘાટ ના મેન્ટેનન્સમાં આ રકમ ખર્ચ થશે. આમ રોજના 7 યજમાન આરતી કરાવે તો રોજની 17,500રૂપિયાની આવક થાય

આને ભક્તોના નામે પૈસા ઉંઘરાવવાની ધંધાદારી બીઝનેસ કહેવો કે ભક્તો સાથે આરતીના નામે રીતસરની ઉઘાડી લૂંટ કહેવી? એ વિષય હવે ભક્તોમા ચર્ચાનો અને વિવાદનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહા આરતીનો રેટ હાલ SOU ટિકિટની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. અને પ્રવાસીઓ ટિકિટ કરાવે તો સાથે જો તેમની ઈચ્છા નર્મદા ઘાટ પર મહા આરતી કરવવાની હોય તો તેના 2500 રૂપિયા ભરીને આરતીબુક કરાવી શકે છે, SOU સહિતના સ્થળો ફરીને સાંજે આરતીમાંઆવે તો તેમના નામની આરતી તૈયાર મળે,આવીજ રીતે જેમને ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજાકરવી હોય અથવા ધ્વાજારોહણ ,સંકલ્પ પૂજા કરવી હોય તો તેનોપણ ચાર્જ અલગ નક્કી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે આગામી દિવસોમાં નક્કી કરી વેબસાઈડ પર મુકવામાં આવશે, શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા તેમની વેબસાઈટ લોન્ચ કરશે.

ખાટલે મોટી ખોડ એ છે કે 2500રૂપિયા ખર્ચીને પણ ભક્તોને તો આરતી કરવા નહીં જ મળે. ફક્ત ત્યાં ઉભા રહેવા દેવાશ.અને તેનાનામથી આરતી કરાવશે. જોકે 2500 રૂપિયા ની રકમ વિઆઈપીઑ કે વીવી આઇપીઑ માટે તો કંઈજ નહીં કહેવાય. જેને કારણે સ્ટેચ્યુ જોવા આવનાર પ્રધાનો, મંત્રીઓ વીવીઆઈપીઓ , અધિકારીઓજ વધારે એનો લાભ લેતા થઈ જશે. વીવી આઇપીઑ એડવાન્સ મા જ આરતી બુક કરાવીલેશે અને પોતાના નામે આરતી કરાવવાનું પુણ્ય કમાવી લેશે. એમાં SOU મા નજીકના સગા સબંધી મળતીયાઓ પણ પાછલે બારણેથી આરતીનો લાભ લઈ લેશે. અને ઓનલાઇન બુકીંગ તો ફૂલ જ રહેશે. Sou ની આવક મા પણ વધારો થશે. પણ આ બધામા સમાન્ય આમ જનતાનો મરો થઇ જશે. જેમના માટે 2500 રૂપિયાભરવા શક્ય નથી તેવા ભક્તો આ આરતીનો લાભ લઈ શકશે નહીં!આ વાતથી દેશભરના કરોડો શ્રદ્ધાંળુંઑ ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. સ્ટેચ્યુના નામે પ્રવાસીઑ પાસેથી કરોડોની આવક કમાવતા SOU સત્તાવાળાઑ હવે આરતી, ધ્વજાં રોહણ ના નામે ભક્તો પાસેથી 2500રૂપીયાનો ચાર્જ લેવાનું નક્કી કરાતા ચારે બાજુથી ખાસ કરીને ભક્તોમાં, આમ જનતામાં અને સાધુ સંતોમાં રોષ સાથે વિરોધ ફાટી નીકળ્યો છે. અને હવે આચાર્જ નહીં લેવા બાબતે મામલો ગંભીર બન્યો છે.

જર્નાલિસીટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી , રાજપીપલા

error: