Satya Tv News

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ
૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતી
જે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતા
તકોએ વેકશીનના એક પણ ડોઝ ન લીધા હોવાની પ્રાથમિક વિગતો પણ સાંપડી રહી છે

ભરૂચ જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર ઘાતક સમાન સાબિત થઇ હતી, કોરોના પોઝીટિવના અસંખ્ય કેસો અને સ્મશાન કબ્રસ્તાનમાં મૃતકોની લાઇનો લોકોએ પ્રથમ અને બીજી લહેરમાં જોઈ હતી, ત્યારે ત્રીજી લહેરની દસ્તકમાં પણ મૃતકો સામે આવી રહ્યા છે, ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ અપાયા છે.

YouTube player

જ્યારે આજે વધુ એક મૃતકને કોવિડ પ્રોટોકોલના આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રિયલ રેસી.મા રહેતા ૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર અમરનાથ થોડા દિવસો અગાઉ કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતી જે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતા તેઓને ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે આવેલ કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.મહત્વનું છે કે છેલ્લા એક માસમાં થયેલ મૃતકોમાં તમામ વય વૃધ્ધ છે તેમજ મોટા ભાગના મૃતકોએ વેકશીનના એક પણ ડોઝ ન લીધા હોવાની પ્રાથમિક વિગતો પણ સાંપડી રહી છે,ત્યારે કોરોનાને હજુ પણ ગંભીરતાથી લેવો જોઈએ તે જ સમયની પણ માંગ છે

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: