Satya Tv News

ભરૂચ જે.બી મોદી પાર્ક પાસે 7 થી 8 મહિનામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તેમજ જીમ કમ યોગા સેન્ટર ભરૂચની જનતા માટે ખુલ્લું મુકાશે.જેની ચાલી રહેલી કામગીરીનું નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલ ૫ કરોડના ખર્ચે જયાબેન મોદી બાગની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,જિમ કમ યોગા સેન્ટર નું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે જેનું ચાલી રહેલ કન્સ્ટ્રકશન કાર્યનું નિરિક્ષણ નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું.
જે બી મોદી પાર્કની બાજુમાં નિર્માણ થઈ રહેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ૭ થી ૮ મહિના સુધીમાં ભરૂચની જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: