Satya Tv News

.


કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા ખાતે ૧૪મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ઓનલાઇન બેઠક
વૈજ્ઞાનિકોની ટીમ અને પ્રગતિશીલ ખેડૂતોને પાઠવ્યા અભિનંદન
જીલ્લાના લાઇન વિભાગ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો બેઠકમાં હાજર


કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડા, દ્વારા તા.૨૯, જાન્યુઆરીના દિવસે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ઓન લાઇન બેઠક નું આયોજન કરવામાં આવ્યુ હતું, આ સમિતિની ઓનલાઇન બેઠકના અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલ ની હાજરીમાં કરવામાંઆવ્યું હતું.


ડૉ.પી.ડી.વર્મા.વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ ઓન લાઇન બેઠકમાં હાજર સર્વસભ્યો ને આવકારી ગત વર્ષ જાન્યુઆરી થી ડીસેમ્બર- ૨૦૨૧ કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને વાર્ષિક એક્શન પ્લાન-૨૦૨૨ અને નોંધપાત્ર પ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો હતો. કુલપતિ સાહેબે તમામ મહાનુભાવોની ઉમદા હાજરી સાથે વર્ચ્યુઅલ રીતે નર્મદા મોડેલ કિચન ગાર્ડન ડેમોન્સ્ટ્રેશન યુનિટનું ઉદઘાટન કર્યું હતું. તમામ વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ તેમની કામગીરી રજૂ કરી, આ બેઠકમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ.સી.કે.ટીંબડિયા એ કરવામાં આવેલ ઇનોવેટીવ કામગીરી માટે વૈજ્ઞાનિકોની ટીમ અને પ્રગતિશીલ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.ગરુડા એર સ્પેશ, ચેન્નાઇ, તમિલનાડુ દ્રારા ખેડૂતોને ડ્રોન નિદર્શન લાઇવ બતાવામાં આવેલ જેના થકી ખેડૂતો ફાર્મ યાંત્રીક કરણ કરવામાં આગળ વધે અને મજૂરી ખર્ચ ઘટી શકે જે આ સમયની તાતી જરુરીયાત છે. ત્યાર બાદ કેવીકે સ્ટાફ દ્વારા ખેડૂતોને કેવીકે લાઈવ ફાર્મ વિઝિટ કરવામાં આવ્યુ હતું.ભરુચ, વઘઇ,ફોરેસ્ટ્રિ અને એન્જી નવસારી કૃષિ યુનિવર્સિટી કોલેજના આચાર્યશ્રીઓ, નર્મદા જીલ્લાના લાઇન વિભાગ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી નર્મદા

error: