Satya Tv News


મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં મચાવ્યો ભારે હોબાળો
25 જાન્યુઆરીના રોજ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવ્યો કોરોના ટેસ્ટ
ગેરવર્તણૂક કરતાં હોવાના પણ આક્ષેપો સાથે મહિલાએ પોતાનો રોષ કર્યો વ્યકત


શિનોર તાલુકાના અવાખલ ગામની મહિલાનો સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટીવ મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં મહિલાએ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.
શિનોર તાલુકાના અવાખલ ગામે રહેતાં યોગીની પટેલ દ્વારા તારીખ 25 જાન્યુઆરી ના રોજ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જ્યાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા મહિલાને હોમ ક્વોરેન્ટાઇન કરી,કોરોનાની દવાઓ આપી સારવાર શરૂ કરી હતી.ત્યારબાદ કોરોના સંક્રમિત બનેલ મહિલાનો કરાયેલ કોરોના ટેસ્ટ નો સેમ્પલ વડોદરા S.S.G ખાતે કરાતાં સાધલી પી.એચ.સી.માં કોરોના પોઝીટીવ આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં મહિલા તેમજ તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો.એક જ વ્યક્તિ નો એક જ કોરોના ટેસ્ટ સેમ્પલ પોઝીટીવ અને નેગેટિવ કેવી રીતે આવી શકે સહિત ના પ્રશ્નો ને લઈ મહિલા સહિત તેમના પરિવારજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. અને તાત્કાલિક સાધલી પી.એચ.સી કેન્દ્ર ખાતે પહોંચી ભારે હોબાળો કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.તેમજ આરોગ્ય કર્મીઓ ઘરે સારવાર આપવા આવે તે દરમિયાન અમારી સાથે ગેરવર્તણૂક કરતાં હોવાના પણ આક્ષેપો સાથે મહિલાએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: