Satya Tv News

રાજપીપલામાં મહારાજા વિજયસિંહજી મહારાજાની ઉજવાઈ 132મી જન્મ જ્યંતી
યુવરાજ માનવેન્દ્રસિંહ તથા મેજર રણવીરસિંહે પ્રતિમાને ફુલહાર કરી કર્યું નમન
વિજયસિંહ મહારાજે રાજપીપલા સ્ટેટના વિકાસમાં કર્યા અનેક કામો


આજે 30મી જાન્યુઆરી ના રોજ રિયાસાતી રાજવી નગરી રાજપીપલા સ્ટેટના પ્રજા વત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજા ની 132મી જન્મ જ્યંતી ગૌરવભેર ઉજવાઈહતી. આ પ્રસંગે રાજવી પરિવારના સદસ્યોં મહારાજા રઘુવીરસિંહજીગોહિલ તથા યુવરાજ માનવેન્દ્રસિંહ તથા મેજર રણવીરસિંહે વિજય ચોક પર પહોંચીને મહારાજા વિજયસિંહ મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી નમન કર્યું હતું.


આ પ્રસંગે વર્લ્ડ સેલિબ્રિટી બનેલા યુવરાજ માનવેન્દ્રસિંહે મહારાજા વિજયસિંહ ને પ્રજા વત્સલરાજા તરીકે ગણાવી પ્રતિભાવ આપતાં મહારાજા વિજયસિંહ રાજપીપલા સ્ટેટ ના છેલ્લા રાજા હતા. રાજપીપળા સ્ટેટ ના વિકાસમાં ખૂબ મોટો ફાળો હતો.એમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ, હાઈસ્કૂલો, પાવર હાઉસ,ગાર્ડન..આ બધી વિજયજી મહારાજની દેન હતી.જેમાં સૌથી મોટો ફાળો વિજયસિંહ મહારાજનું દેશી રજવાડાઓના વિલીનીકરણ વખતે રાજપીપલા સ્ટેટને ભારત સરકારમાં જોડવા સૌપ્રથમ વિજયસિંહજી મહારાજ હતા. તેમણે પોતાનું રાજ્ય ભારત સરકારને સુપરત કર્યું હતું.એ ઉપરાંત ઇંગ્લેન્ડમાં 1934મા વિજયસિંહજી મહારાજે ઇંગ્લેન્ડની પ્રખ્યાત ડરબી રેસ જીતી હતી. જેમાં દર્બી રેસનો ઘોડાનું નામ હતું વિન્ડ્સર લેન્ડ. જે ઘોડ઼ો વિશ્વમાંખૂબ પ્રખ્યાત બન્યો હતો.એ જીત ની ઇનામ મા મળેલી રકમમાંથી વિજય પેલેસ આજનો, વડીયા પેલેસ બનાવ્યો હતો. જે આજે પણ અદ્ભૂત કલા એણે સ્થાપત્યનો નમૂનો છે.

વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: