મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડ પર દોડી રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના (Truck) પાછળના ભાગમાં આગ લાગી હતી પરંતુ ડ્રાઈવરને તેની જાણ સુધ્ધા થઈ ન હતી. મળતી માહિતી અનુસાર આ સળગતો ટ્રક લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર દોડતો રહ્યો. સૌથી નવાઈની વાત એ છે કે ડ્રાઈવરને (Truck driver) આ વાતની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયુ હતું. જેને કારણે આગે આ ટ્રકને સંપૂર્ણ લપેટી લીધી હતી