Satya Tv News

અંકલેશ્વર શહેર અને તાલુકા સહિત ૩૪ કેંન્દ્રોમાં મેગા વેક્સિનેશન અભિયાન
15 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે રસીકરણનું આયોજન
૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને પણ કોરોનાની રસી મુકવામાં આવી


ભરૂચ જીલ્લામાં કોરોના સામે વધુ સુરક્ષા માટે ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા,ભરૂચ જીલ્લા પંચાયત દ્વારા આજરોજ પ્રીકોશન ડોઝ અને 15 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે રસીકરણ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે


ભરૂચ જીલ્લામાં કોરોના સામે વધુ સુરક્ષા માટે ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા,ભરૂચ જીલ્લા પંચાયત દ્વારા આજરોજ પ્રીકોશન ડોઝ અને 15 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે રસીકરણ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર પ્રાંત અધિકારી રમેશ ભગોરાના માર્ગ દર્શન હેઠળ કુલ ૩૪ કેન્દ્રો પર મેગા વેક્સિનેશન અભિયાનનો કચેરી ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના પાંચ કેન્દ્રો,શહેરના આઠ કેન્દ્રો અને તાલુકાના ૨૧ મળી કુલ ૩૪ કેન્દ્રો ઉપર કોરોનાની રસી મુકવામાં આવી હતી અને સાથે ૧૮ હજાર પૈકી ૧૭ હજાર બાકી વિવિધ શાળાના વિદ્યાર્થીઓની ઓળખ કરી તેઓને તેમજ ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા નાગરિકોને પણ કોરોનાની રસી મુકવામાં આવી હતી આ મેગા કેમ્પમાં વેકસિન લેનાર વિદ્યાર્થીને અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું

વિડિઓ જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: