અંકલેશ્વરના ઉદ્યોગ સાહસિકો દ્વારા બજેટને લઈને સરકાર પાસે વિવિધ અપેક્ષ
સામાન્ય બજેટમાં ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ એન્જીનને વેગ મળે તેવી ઉદ્યોગ સાહસિકોની અપેક્ષા
નેચરલ ગેસના ભાવને અંકુશમાં લેવા તેમજ જીએસટી પેનલ્ટીના નિયમો હળવા થવાની પણ અપેક્ષા
અંકલેશ્વર ના ઉદ્યોગ સાહસિકો દ્વારા બજેટને લઈને સરકાર પાસે વિવિધ અપેક્ષા ઓ રાખવામાં આવી છે, નેચરલ ગેસના ભાવ, જીએસટીની પેનલ્ટી તેમજ બાયોકોલનો ઇંધણ તરીકેના ઉપયોગ માટે ની પરવાનગી મળે તેવી ઈચ્છા ઉદ્યોગોકારોએ વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર 1 ફેબ્રુઆરી 2022ના કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. નાણાંમંત્રી તરીકે સીતારમણનું ચોથું બજેટ રજુ કરશે. કોવિડ-19 રોગચાળાની ત્રીજી લહેર અને વધતી જતી મોંઘવારી વચ્ચે આ બજેટ લોક સંપન્ન થવાની ધારણા કરવામાં આવી રહી છે. અર્થશાસ્ત્રિઓ,ઈન્ડિયા ઈન્ક, ટેક્સ વિશેષજ્ઞો અને વેતનભોગી વર્ગને બજેટ 2022 થી અનેક અપેક્ષાઓ છે.
ખાસ કરીને ચોવીસ કલાક ઉત્પાદન પ્રક્રિયા થી ધમધમતી અંકલેશ્વરની ઉદ્યોગ નગરીના ઉદ્યોગસાહસિકો પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે બજેટમાં અનેક રાહતોરૂપી જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે. અંકેલેશ્વરના ઉદ્યોગ સાહસિકોની દ્વારા આશા રખાય રહી છે કે આવનાર બજેટમાં ઉદ્યોગમાં નેચરલ ગેસનો ઉપયોગ ઇંધણ તરીકે કરવામાં આવે છે, જેને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો ગેસના ભાવમાં રાહતની સાથે ક્રેડિટ પણ મેળવી શકાય છે, આ ઉપરાંત ખેડૂતોની બાય પ્રોડક્ટ માંથી બનતા બાયોકોલને પણ ઉદ્યોગોના બોઇલરમાં ઇંધણ તરીકે વપરાશની છૂટ આપવામાં આવે તો પર્યાવરણ ની સાથે ખેડૂતોની આર્થિક પરિસ્થિતમાં પણ સુધારો થઇ શકે છે.
સરકાર દ્વારા જીએસટી પર જે પેનલ્ટી લગાવવામાં આવે છે તેમાં રાહત આપવી જોઈએ , ઉપરાંત નવી ઇન્ડસ્ટ્રીઝ શરુ કરવાના નીતિ નિયમો હળવા કરીને તેને લગતી જરૂરી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક કરવી જોઈએ જેથી ઉદ્યોગ વહેલી તકે શરુ કરી શકાય, વધુમાં જણાવ્યુ હતુ કે શિપિંગ કોસ્ટ અને ઇનપુટ ડ્યુટીમાં પણ રાહત આપીને ઉદ્યોગોના વિકાસને ચેતનવંતો કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળાની ત્રીજી લહેર અને વધતી જતી મોંઘવારી વચ્ચે સતત પીસાતી અને ઝઝૂમી રહેલી દેશની જનતાને કેન્દ્ર સરકારના સામાન્ય બજેટને લઈને સુંદર સ્વપ્નમય કલ્પનાઓ વ્યક્ત થઇ રહી છે.હવે જોવાનું એ રહ્યું કે સરકાર જનતાની અપેક્ષાઓ પર કેટલી સાચી સાબિત થાય છે,કે પછી માત્ર લોકોને લોલીપોપ સમાન યોજનાઓની જાહેરાતો જ નસીબ થાય છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર