મુલેર ચોકડી પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે મુલેર ના યુવક પાસે થી ૧.૫ કિલો ગ્રામ કિંમતી પાવડર જપ્ત કર્યો હતો
પોલીસે અન્ય ચાર આરોપીઓને શોધી કાઢી ૩ કિ.ગ્રા કેટાલીસ્ટ પાવડર કબ્જે લીધો
પાંચ આરોપીઓ પાસેથી ૪.૫ કિલો ગ્રામ કેટાલીસ્ટ પાવડર મળી આવ્યો
વાગરા પોલીસે કિંમતી પાવડર સાથે ૫ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા.૪.૫ કિલો ગ્રામ પાવડર સહિત પાંચ લાખ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
વાગરા તાલુકામાં ઉદ્યોગો નિર્માણ પામી રહ્યા છે.એ સાથે ઉદ્યોગોમાં ચોરીઓ ના બનાવો પણ વધી રહ્યા છે.જે સામે વાગરા પોલીસે ઉપરી અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ ચોરીઓ અટકાવવા અસરકારક પગલાં લઈ રહી છે.ગતરોજ વાગરા પી.એસ.આઈ વિક્રમસિંહ રાણા પોતાના સ્ટાફ ના રણજીતસિંહ,શેતાનસિંહ,પ્રવિણસિંહ,અંબારામ,પ્રકાશભાઈ અને અમિતકુમાર સાથે મુલેર ચોકડી ઉપર વાહન ચેકીંગમાં હતા.એ દરમિયાન બાતમી મળી હતી કે દહેજ તરફથી એક મોટર સાયકલ સવાર આવી રહ્યો છે.જેની પાસે ચોરીનો કિંમતી કેટાલીસ્ટ પાવડર લઈ ને આવી રહ્યો છે.બાઇક સવાર મુલેર ગામના ના મહંમદ ફૈઝાન ઈરફાન પટેલ ની તલાશી લેતા કાળા કલર ની થેલીમાંથી સફેદ કલર નો પાવડર કેટાલીસ્ટ કેમિકલ આશરે ૧.૫ કિલો ગ્રામ જેની કિંમત ૧.૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ વાગરા પોલીસે કબ્જે લીધો હતો.તેની વધુ પુછતાછ કરતા અન્ય ચાર લોકો ના નામ બહાર આવ્યા હતા.જેમાં મુલેરના પ્રફુલભાઈ ગોવિંદ પરમાર,ઉ.વ. ૨૧,સુધીર વિરમ વસાવા ઉ.વ. ૨૧,કિશનકુમાર વિરમ વસાવા બંનેવ રહે નવી નગરી,અંભેર,ધર્મેન્દ્ર બુધેસંગ પરમાર ઉ.વ ૨૮,રહે ભાથીજી મંદિર,પાલડી તમામ રહે વાગરા તાલુકાનાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને તેમની પાસે થી ૩ કિલો ગ્રામ કેટાલીસ્ટ પાવડર મળી આવ્યો હતો.વાગરા પોલીસે કુલ ૪.૫ કિલો ગ્રામ કેટાલીસ્ટ પાવડર,મોટર સાયકલ કિંમત ₹ ૧૯૦૦૦/- ,મોબાઈલ નંગ ૫,કિંમત ₹ ૨૭૦૦૦/- મળી કુલ રૂપિયા પાંચ લાખ નો મુદ્દામાલ તપાસ અર્થે લઈ CRPC ૧૦૨ મુજબ કબ્જે કર્યો હતો.તમામ આરોપીઓએ કેટાલીસ્ટ પાવડર દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ઓપેલ કંપની માંથી ચોરેલ હોવાનું જણાવ્યુ હતુ.વાગરા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા