ગુજરાત રાજ્યના 75 કોટી સૂર્ય નમસ્કાર નો સમયગાળો 30 જાન્યુઆરી 2022 થી 7મી ફેબ્રુઆરી 2022 સુધીનો છે આઝાદીના 75માં વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતની દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવાના હેતુથી 8 દિવસ સુધી દરરોજ 13 સૂર્યનમસ્કાર કરવા જોઇએ.
આઝાદીના 75 વર્ષ મા વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ ની શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે એન.એસ.એસ યુનિટ અને ક્રીડા ભારતીના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ક્રીડા ભારતી સાથે સંકળાયેલા મેહુલભાઈ દ્વારા સૂર્ય નમસ્કાર મંત્ર બોલી અને વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર કરાવ્યા હતા આ ઉપરાંત બટુક નાથ વ્યાયામશાળા ના મહેશે નગરાસના દ્વારા પ્રાણાયામ અંગેની સમજ આપવામાં આવી હતી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી વિજયભાઈએ સૂર્યનમસ્કાર કરાવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પરેશાબેન પંડ્યા, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર રવિન્દ્ર પટેલ, તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક રાજેન્દ્ર ભટ્ટ, એન.એસ.એસ યુનિટના હળપતિભાઈ, તેમજ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા
વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ