સફેદ કલર બાદ કાળા કલર નો કેટાલિસ્ટ પાવડર ઝડપાયો
વાગરા પોલીસે દહેજ ની કનવર્ઝન્સ કેમિકલ કંપનીમાંથી ચોરેલ કાળો કેટાલીસ્ટ પાવડર સાથે બે ને દબોચ્યા
સાચણ ગામે થી ઘરમાં સંતાડેલ કાળો કેટાલીસ્ટ પાવડર શોધી પોલીસે કબ્જે લીધો
૧.૮ કિલો ગ્રામ પાવડર અને બે મોબાઈલ મળી ૧.૯૦ લાખ નો મુદ્દામાલ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી
વાગરા પોલીસે ચોરી કરેલા કેટાલીસ્ટ પાવડર માં બીજી સફળતા મેળવી હતી.વાગરા ના સાચણ ગામના બે ઈસમો ને ઝડપી પાડી તેમની પાસે થી ૧.૮ કિલો ગ્રામ કાળો કેટાલીસ્ટ પાવડર કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા પોલીસે ઉપરી અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ કેમિકલ ચોરીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.વાગરા પોલીસે ગતરોજ કિંમતી પાવડર કેટાલિસ્ટ સાથે પાંચ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા.૪.૫ કિલો ગ્રામ પાવડર સહિત પાંચ લાખ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી ના સમાચારો ની શ્યાહી હજી સુકાઈ નથી.ત્યાંજ કાળા કેટાલીસ્ટ પાવડર વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
વાગરા પોલીસ સબ ઇન્સ્પેકટર વી. એ. રાણા અને તેમની ટીમ કેમિકલ ચોરી મામલે સર્તક બની એ દિશામાં કામગીરી હાથ ધરી હતી.જેના ભાગરૂપે વાગરા પોલીસ ની બીજી સફળતા મળી હતી.પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતી કે સાચણ ગામનો હસમુખ ધનજી પ્રજાપતિ એ પોતાના ઘરમાં કેટાલીસ્ટ પાવડર સંતાડયો છે.હસમુખ ના ઘરે પંચો રૂબરૂ તપાસ કરતા સફેદ થેલીમાં બે પાઉચ જેમાં કાળો કેટાલીસ્ટ પાવડર ૧.૮ કિલો મળી આવ્યો હતો.હસમુખની વધુ સઘન પૂછપરછ હાથ ધરતા મૂળ સાંચણ ના અને હાલ વાવ ઇન્દિરા નગરીમાં રહેતા દિપક દલપત રાઠોડ નું નામ ખુલતા તેની પણ ગુનાના કામે પોલીસે અટકાયત કરી હતી.પોલીસે કડકાઈ પૂર્વક તપાસ કરતા બંને આરોપીઓ એ વાગરાના દહેજ નજીક આવેલ વાવ ગામની કનવર્ઝન્સ કેમિકલ કંપની ના સ્ટોર રૂમમાં થી ચોરી કરી ને પાવડર લાવ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.બંનેવ આરોપી પાસે થી બે મોબાઈલ કિંમત ₹ ૧૦૦૦૦/- અને કેટાલીસ્ટ પાવડર કિંમત રૂપિયા ૧૮૦૦૦૦/- ₹ મળી કુલ ૧૯૦૦૦૦/- ₹ નો મુદ્દામાલ પોલીસે CRPC ૧૦૨ મુજબ તપાસ અર્થે હસ્તગત કર્યો હતો.ગતરોજ કાળા કલર ની થેલી માંથી સફેદ કલરનો કેટાલિસ્ટ પાવડર બાદ હવે સફેદ કલર ની બેગમાંથી કાળા કલર નો પાવડર કેટાલિસ્ટ ઝડપાતા આવનાર સમયમાં અતિકિંમતી પાવડર નો રેકેટ ઝડપાય તો નવાઈ નહિ.
જો પોલીસ હજુ પણ વધુ સર્તકતા દાખવે તો ઘણી બધી કેમીકલ ચોરીઓ પકડાઈ એમ છે.હાલ તો છેલ્લા ત્રણ દિવસ થી કેટાલીસ્ટ પાવડર મામલે માહોલ ગરમ થયો છે.ત્યારે કેટાલીસ્ટ પાવડર ચોરી કરતા લોકો માં રીતસર નો ભય ફેલાઈ જવા પામ્યો છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા