Satya Tv News

બૂટના સોલ કાપીને હેરોઇન સંતાડીને રાજસ્થાનથી મુંબઈ લાવવામાં આવતું હતું

મુંબઇ : એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ એટીએસ ની જુહૂ અને થાણે યુનિટે સંયુક્ત કાર્યવાહી કરી વસઈમાં પાંચ કરોડ ૧૭ લાખ રૂપિયાના હેરોઇન અને ૨,૬૦,૦૦૦ રૂપિયા, બે મોબાઇલફોન સાથે બે આરોપીને ઝડપી લીધા હતા.રાજસ્થાનથી બૂટના સોલમાં હેરોઇન સંતાડીને મુંબઈ વેચવા લાવવામાં આવતું હતું. કોર્ટે આરોપીને ૧૫ ફેબુ્રઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

મૂળ હરીદ્વારના અલીમ મોહમ્મદ અખ્તર (ઉં. વ. ૪૬), છોટા મોહમ્મદ નાસીર (ઉં.વ. ૪૦) તેમના એક સાથીદાર સાથે વસઈના પેલ્હારે ખાતે ભાડાના ફ્લેટમાં રહેતા હતા. મુંબઈમાં તેઓ નશીલા પદાર્થનું વેચાણ કરતા હતા. પોલીસે પેલ્હારમાં કાર્યવાહી કરી ૧૭૨૪ ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો.

રાજસ્થાનથી એક શખસે તેમને હેરોઇન આપ્યું હતું. નવા બૂટની જોડીના સોલ કાપીને અંદર જગ્યા કરીને હેરોઇન સંતાડવામાં આવતું હતું. પછી તેમના સાથીદાર મારફતે રાજસ્થાનથી મુંબઈમાં મોકલવામાં આવતું હતું. એટીએસ દ્વારા આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરીવધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: