Satya Tv News

ઝડપાયેલ બોગસ તબીબને પાસા હેઠળ અટકાયત કરી નડીયાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવાતા ફફડાટ

ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં નર્મદાના ચારબોગસ તબીબો ઝડપાયા છે

નર્મદા જિલ્લામા ઘણા વખતથી બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હતો. જેઓ ગ્રામ્ય વિસ્તારોમા ગેરકાયદેસર રીતે પોતાની હાટડી ખોલી તેમની પાસે ડિગ્રી ન હોવા છતાં એલોપથીની પ્રેક્ટિસ કરી દર્દીઓને દવા ઈન્જેકશન આપી ગેરકાયદે વેપલો કરી ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોય છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર અવાર નવાર આવા બોગસ તબીબોને ઝડપી કાર્યવાહી પણ કરતાં હોય છે તેમ છતાં પણ કેટલાક લે ભાગુ બોગસ તબીબો નાણાં કમાવવાની લ્હાયમા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં હોઈ નર્મદા પોલીસે આવા બોગસ તબીબો સામે લાલ આંખ કરી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરતાં નર્મદામા પહેલી વારતિલકવાડા તાલુકાના દેવળીયા ગામના બોગસ તબીબને પાસા ધકેલવાનો સ્તુત્ય નિર્ણય લેતા બોગસ તબીબ વર્તુળમા ફફડાટ ફેલાયો છે. જેમાં દેવલીયાના બોગસ તબીબ પાસામા ધકેલી દેવાયો છે.ઝડપાયેલઆ બોગસ તબીબને પાસા હેઠળ અટકાયત કરી નડીયાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા . વિસ્તારના બોગસ તબીબને પાસામાં ધકેલતી નર્મદા પોલીસ તથા એમ.એસ.ભરાડા,ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા પોલીસ અધિક્ષક,નર્મદાના હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારાઆચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલાલેવાના સુચના આપતાં પો.સ.ઇ. તિલકવાડાએ તિલકવાડા વિસ્તારમાં રહેતા સુભાષચંદ્ર
સનાતન મલ્લીક (હાલ રહે. દેવલીયા તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે. ચાંદપારા દેવીપુરા તા.ગાયવાટ જી.પોરગાન (પશ્ચિમ બંગાળ) પોતાની પાસે કોઇપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં દેવલીયા ખાતે દવાખાનુ ચલાવતો હતો.જેથી પોલીસ રેઇડ દરમ્યાન તેને ઝડપી લીધો હતો. આ બોગસ તબીબી વિરૂધ્ધ ગુનાઓ દાખલ થયેલ હોવાછતાં તેની પ્રવૃતિ છોડતો ન હોય અને સામાન્ય જનતાના સ્વાસ્થ સાથે ચેડા કરતો હોય તિલકવાડા પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા સુભાષચંદ્ર સનાતન મલ્લીકની પ્રવૃતિને ધ્યાને રાખી પાસા હેઠળ અટકાયત કરી નડીયાદ
જેલ ખાતે રાખવાનો હુકમ કરતાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠલ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો તથા
તિલકવાડા પોલીસની સંયુક્ત કામગીરી કરી બાતમી આધારે સુભાષચંન્દ્ર સનાતન મલ્લીકને તિલકવાડા વિસ્તારમાંથી ઝડપી નડીયાદ જેલ ખાતે પાસા હેઠળ ધકેલી દેતા અન્ય બોગસ તબીબો ભૂગર્ભમા ચાલ્યા ગયા છે.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, રાજપીપલા

error: