Satya Tv News

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે બીજો તબક્કો છે. 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. 586 ઉમેદવારો મેદાનમાં છે. આજે 2 કરોડ લોકો મતદાન કરશે.આઝમ ખાન, તેના પુત્ર અબ્દુલ્લા આઝમ અને ભાજપના સુરેન્દ્ર ખન્ના મેદાનમાં છે. બીજા તબક્કામાં જાટ, મુસ્લિમ અને ખેડૂત મતદારો મોટા પ્રમાણે છે.

2017માં આ 55 બેઠકોમાંથી ભાજપે 38, સપાએ 15 અને કોંગ્રેસે 2 બેઠક જીતી હતી. આ વખતે મોદી અહીંની રેલીમાં હાજર રહ્યા હતા. અખિલેશ યાદવ ઉન્નની લાલ પોટલી લઈને ફરી રહ્યા છે અને ભાજપને હરાવવાનું વચન આપ્યું છે.

આજે ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દેવભૂમિ ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન શરૂ થતાની સાથે જ ઈવીએમને લઈને સમસ્યાઓ દેખાવા લાગી છે. દેહરાદૂનના હાથી બડકલા ખાતે બૂથ નંબર 84માં EVM બગડ્યાના સમાચાર છે. આ સિવાય અલમોડા જિલ્લામાં પણ ઈવીએમમાં ખામી હોવાના સમાચાર છે.

યુપીમાં બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સંભલમાં પ્રવીણ નામનો એક વેપારી પોતાનો મત આપવા માટે ઘોડા પર સવાર થઈને મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતુ.

ગોવામાં 40 બેઠકો પર મતદાનઆજે ગોવા પણ 40 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં એક તબક્કામાં જ મતદાન છે. 301 ઉમેદવાર મેદાનમાં છે. તેમા ભાજપના 40, કોંગ્રેસ 37, આપના 39, ટીએમસીના 26, એમજીપીના 13 અને અપક્ષ 68 ઉમેદવારો છે. રાજ્યમાં કુલ 11.56 લાખ મતદારો છે.

મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ખતિમાના વિધાનસભા મતવિસ્તારના નગરા તરાઈમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યુ હતુ. તેમની સાથે તેમની પત્ની અને માતા પણ મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા.ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે પણજીમાં મતદાન કર્યું હતુ.

ગોવાના રાજ્યપાલ શ્રીધરન પિલ્લઈ અને તેમની પત્ની રીટા શ્રીધરને તેલીગાંવ વિધાનસભાના બૂથ નંબર 15 પર જઈને મતદાન કર્યું હતુ.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મતદાન માટે રવાના થતા પહેલા રૂદ્રેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન છે. 632 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની રાજનીતિમાં મોટી અસર કરનાર ગઢવાલ મંડળના 7 જિલ્લાની 29 બેઠકો પર 391 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ તેમની પત્ની અને માતા સાથે ખટીમાના નગરા તરાઈ મતદાન મથક પર મતદાન કર્યા પછી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ તેમની પત્ની અને માતા સાથે ખટીમાના નગરા તરાઈ મતદાન મથક પર મતદાન કર્યા પછી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.ઉત્તરાખંડ મતદાન અપડેટ્સ…

ડોઇવાલા વિધાનસભાના તેલીવાલા મતદાન મથક પર EVM મશીન બંધ થઈ જતાં તેને બદલી દેવામાં આવ્યું છે.

દહેરાદૂનના કેન્દ્રીય વિદ્યાલય કાલિદાસ રોડ, ભવાની ઈન્ટર કોલેજના મતદાન કેન્દ્ર પર પણ ઈવીએમ બગડ્યું છે.

પ્રતાપનગર વિધાનસભાના મંદાર પશ્ચિમ મતદાન મથક પર પણ ખામીયુક્ત ઈવીએમના કારણે મતદાનમાં મોડું થયું છે.

અલ્મોડા વિધાનસભા સીટના ચૌમો બૂથ અને જાગેશ્વર વિધાનસભા સીટના કનારા બૂથ પર ઈવીએમમાં ​ખામી સર્જાઈ છે

દેહરાદૂનના હાથી બડકલા સ્થિત બૂથ નંબર 84 પર EVM ખરાબ થવાના સમાચાર છે. જો કે ત્યાં નવા મશીનથી ફરી મતદાન શરૂ થયું છે.

error: