Satya Tv News

ડ્રગ્સનો જથ્થો બે બેગ અને બે ફોલ્ડરમાં છૂપાવીને લવાયો હતો : મહિલાને કોર્ટમાં રજૂ કરાશે

મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઝીમ્બાબ્વેથી આવેલી એક મહિલા પાસેથી કથિત રીતે 60 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સમાં હેરોઇન અને મેથામ્ફેટામાઇનનો સમાવેશ થાય છે તેવું એર ઇન્ટેલિજન્સ યુનિટે જણાવ્યું હતું.

ધરપકડ કરાયેલ 40 વર્ષીય આ મહિલા રવાન્ડા એરના વિમાન દ્વારા સાઉથ આફ્રિકન દેશ હરારેથી મેડિકલ વિઝા પર શનિવારે આવી હતી. આ મહિલાના સામાનની તપાસ કરવામાં આવતા 7 કિલો વજનનો પીળો પાવડર મળી આવ્યો હતો. આ પાવડરનું પરીક્ષણ કર્યા બાદ તે હેરોઇન હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ ઉપરાંત 1.480 કિ.ગ્રામના ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનના ગ્રેન્યુલ્સ પણ મળી આવ્યા હતા. આ તમામ ડ્રગ્સની કુલ કિંમત 60 કરોડ રૂપિયા જેટલી થાય છે તેવું એક એધિકારીએ જણાવ્યું હતું. આ તમામ ડ્રગ્સ બે બેગ અને બે ફોલ્ડરમાં છૂપાવીને લાવવામાં આવી રહ્યું હતું. આ મહિલાની ધરપકડ કર્યા બાદ એરઇન્ટેલિજન્સ યુનિટે પકડાયેલ મહિલાને કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી હતી.

error: