Satya Tv News

સુરતમાં મોડે મોડે સુરત પોલીસ જાગી
સુરતમાં ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સમાં દરોડા
સમાજના લોકો દ્વારા પોલીસને રજૂઆત કરાઈ હતી
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી


મોડે મોડે સુરત પોલીસ જાગી ત્યારે સુરતમાં ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સમાં દરોડા પાડવામાં આવ્યા.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી આપવામાં આવી.જુઓ આ અહેવાલ


મળતી માહિતી મુજબ સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને લઈને સવાલો ઉભા થયા હતાં. હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી. આથી પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી આપવાનું કહેતા જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને સાથે રાખીને પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરવામાં આવી હતી..જેમાં કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સાથે CCTVનું ડીવીઆર જપ્ત કર્યું હતું.પુણા વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સને લઈ VHP દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં ગોરખધંધા ચાલતા હતા. જેથી વીએચપી દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરાવવામાં આવી હતી.કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો સાથે CCTVનું ડીવીઆર કરવામાં આવ્યું છે.

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: