Satya Tv News

ખંડિત જગ્યામાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ઓછી હોવાની વાત

ગુજરાતના સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે ૨૪ કલાકમાં સુરતમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે વરાછાની ઘટના બાદ વિસ્તારના એક ખંડેર મકાનમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જો કે ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે


સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે સુરતમાં તમામ રાજ્યના લોકો રોજીરોટીની તલાશમાં સુરત આવીને વસ્યા છે ત્યારે દિવસથી જે રીતે વધી રહી છે તે પ્રમાણે ગુનાખોરીનો ગ્રાફ પણ દિવસે દિવસે વધી રહ્યો છે પણ સુરત પોલીસ કમિશનર અજયકુમાર આ વાતને માનવા તૈયાર જ નથી સતત એક અઠવાડીયાથી આ રીતે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક હત્યાની ઘટના આજરોજ સામે આવી છે કે ૨૪ કલાકમાં વરાછા વિસ્તારમાં સામે આવતાં પોલીસ દોડતી થવા પામી હતી સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જેપી મીલ પાસે એક જૂની ઇમારત કે જે જંગલ જેવા વિસ્તારમાં આવેલી છે આ મકાનમાં એક મહિલાની લાશ મળી આવવાની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી બનાવની જગ્યા પર મહિલાની લાશ મળી આવી હતી અંદાજીત ૩૫ વર્ષની મહિલા ઓરિસ્સા વિસ્તાર હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જો કે સાડી પહેરેલી મહિલાને માથા પર પથ્થર મારીને હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું પણ જોકે મનારા મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ આશંકા સામે આવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે મોકલી આપેલ છે અને પીએમ રિપોર્ટ બાદ જ થશે હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કર્યો છે હાલ મંડળ મહિલા કોણ છે ક્યાં રહે છે અને તેની હત્યા કોણે કયા કારણોસર અને આ જગ્યા પર કરી શકે તે દિશામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: