Satya Tv News

આજે ફેનિલને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાશે, ઓડિયો ટેપ અંગે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાશે
ફેનિલનો પક્ષ લેવા એકપણ વકીલ હાજર ન રહ્યાં, રિમાન્ડ પૂરા થયેથી ચાર્જશિટ કરાશે, 1 મહિનામાં જ સજા કરવા પ્રક્રિયા કરાશે
ગ્રીષ્મા વેકરિયાની હત્યાના આરોપી ફેનિલને બુધવારે કઠોર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો હતો, જ્યાં પીપીપી નયન સુખડવાલાએ 7 મુદ્દાના આધારે આરોપીના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેમાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે કોર્ટમાં રજૂ કરેલી થિયરી મુજબ આરોપી ગોળ-ગોળ જવાબ આપી રહ્યો છે. ઉપરાંત હત્યા માટે બે છરા ક્યાંથી ખરીદ્યા તેની પણ તપાસ કરાશે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગ્રીષ્માની માતાએ પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે, ફેનિલ સામે ફરિયાદ કરવા પરિવારના સભ્યોને કહ્યું હતું પણ બદનામીના ડરે ફરિયાદ કરી ન હતી.

ફેનિલના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા મુદ્દા

આરોપીએ ગુનો કરવામાં વાપરેલા 2 મોટા છરા પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મેળવેલ છે તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની છે

error: