Satya Tv News

નેત્રંગની વિવિધ આંગણવાડી કેન્દ્રો શરૂ
નાના ભૂલકાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
છેલ્લા બે વર્ષથી આંગણવાડી કેન્દ્રો હતા બંધ

નેત્રંગ તાલુકાની વિવિધ શાળા ખાતે પણ બે વર્ષ બાદ આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં જ નાના ભૂલકાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

કોરોનાની ત્રીજી લહેરની તેજીથી વધતા કેસો અને મૃત્યુના કારણે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષથી આંગણવાડી કેન્દ્રો બંધ કરી દીધું હતું. ભરૂચ જિલ્લામાં પણ ત્રીજી લહેરમાં શાળાઓ ખોલતા જ નાના બાળકો પણ કોરોના પોઝિટિવની ચપેટમાં આવવા લાગ્યા હતા. વધતા જતા સંક્રમણને નવી SOP પ્રમાણે સ્કૂલો બંધ કરી કેટલાક નિયંત્રણો જારી કરાયા હતા.હવે છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં મૃત્યુ દર સાથે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ફરી સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કર્યું છે ત્યારે હવે રાજ્યમાં આજથી આંગણવાડી કેન્દ્રો શરૂ થયા છે ત્યારે નેત્રંગ તાલુકાની વિવિધ શાળા ખાતે પણ બે વર્ષ બાદ આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં જ નાના ભૂલકાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: