ગ્રીષ્મા પ્રકરણ બાદ મહિલાઓની સલામતી માટે પોલીસનું પગલું
કૉફીશૉપ, હોટલ, રેસ્ટોરન્ટમાં કપલ બોક્સ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો
ગ્રીષ્મા વેકરિયાની હત્યાની ઘટનાને પગલે મહિલાઓની સલામતીને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા કડક પગલાં ભરવાના માગણી કરવામાં આવી હતી. બુધવારે સુરત પોલીસે સ્કૂલ, કોલેજ કે પોતાના કામે જતી મહિલાઓની સતામણી કરનાર તત્ત્વો પર અંકુશ મેળવવા માટે નવું જાહેરનામું જારી કર્યું હતું. જે મુજબ શહેરમાં સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ કે મહિલા હોસ્ટેલના 50 મીટરની આસપાસના 50 મીટરના અંતરમાં કોઈપણ પુરુષકે પુરૂષોને વાજબી કારણ વિના ઊભા રહેવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
હોટલ, કૉફી શોપમાં દેખાય એ રીતે જ બેસી શકાશે, CCTV કેમેરા ફરજિયાત
સુરત પોલીસના જાહેરનામા મુજબ કૉફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટમાં એકાંતમાં બેસી કોઈ જોઇ ન શકે તેવી બંધ કેબિન એટલે કપલ બોક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કોફીશોપ, હોટેલો, કાફે અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવાની રહેશે. તમામ જગ્યાઓ સ્પષ્ટ દેખાય તે રીતે સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે.
સુરતમાં આ જાહેરનામું આજથી અમલી બનશે