Satya Tv News

કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી

સુરતના ખોલવડ રોડ વિસ્તારમાં બની વધુ એક ઘટના

એક પરણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરતા ચકચાર મચી

એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક પરણીતાને કરતો હતો હેરાન પરેશાન

સતત હેરાનગતિ કરતા પરિણીતાએ કરી આત્મહત્યા

યુવક પરણીતાને ધમકી આપતો હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ

સુરત જિલ્લાના ખોલવડ વિસ્તારમાં આવેલ ઓપેરા પાલ્મ માં એક પરણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે પરણીતાને એક યુવક સતત માનસિક રીતે હેરાન કરતો હતો જેને લઈને મહિલાએ અગ્નિસ્નાન કરી લેતા તેનું મોત નીપજ્યું હતું જે મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સુરત શહેર અને જિલ્લામાં સતત બનાવો બની રહ્યા છે અને જેમાં ખાસ મહિલાઓની સુરક્ષા સામે ફરી એક વાર સવાલો ઉઠવા પામ્યા છે તાજેતરમાં જ સુરતના પાસોદ્રા ખાતે ગ્રીષ્મ વેકરિયાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેના પડઘા સમગ્ર રાજયમાં જોવા મળ્યા હતા ત્યારે ફરી એક વાર એક પરણીતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સુરતના ખોલવડ રોડ વિસ્તારમાં આવેલ ઓપેરા પાલ્મ માં રહેતી એક પરણીતાને છેલ્લા ઘણા સમયથી એક યુવક ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો સાથે કેટલાય સમયથી માનસિક રીતે હેરાન કરી ખોટી માંગણીઓ કરી રહ્યો હતો જેનાથી ત્રસ્ત થઈને મહિલાએ ઘરમાં જ અગ્નિસ્નાન કરી લીધું હતું જે ઘટના બનતા તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેને પોતાની આપવીતી જણાવી હતી કે કેવી રીતે યુવક ફોન કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો અને જેને લઈને મહિલાએ અગ્નિસ્નાન કર્યું હતું જેમાં ટૂંકી સારવાર દરમિયાન પરણીતાનું મોત નિપજતા સમગ્ર મામલે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે જોકે મહિલા એ મોત પેહલા પોતાની આપવીતી જણાવી હતી અને અગ્નિસ્નાન પેહલા યુવક સાથે વાત કરી તેના કારણે મોતને વ્હાલું કરે છે તેવી હકીકત પણ પરણીતાના પરિવાર જનએ જણાવી હતી

છેલ્લા ઘણા સમયથી અનેક ઘટનાઓ બની ચુકી છે અને હજુ પણ બની રહી છે ત્યારે મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે અને સમાજના આવા નરાધમો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જેના કારણે આજે પણ મહિલાઓ સમાજમાં કોઈ ને કહી નથી શકતી અને જેના કારણે મોતને ભેટી રહી છે ત્યારે આ ઘટના માં પોલીસે તરફથી પરિવાર ને યોગ્ય ન્યાય મળે અને ગુનેગારને

વિડીયો જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સત્યા ટીવી સુરત

error: