Satya Tv News

સુરતના કતારગામ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ
600 યુનિટ રક્ત એકત્ર કરવા નો સંકલ્પ

સુરત ના કતારગામ ખાતે પાનસૂરિયા ઈમ્પેક્સ માં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આજરોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો..જેમાં 600 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું..

સુરત મા રક્ત ની અછત ની સામે પહોંચી વળવા માટે સુરત ના શહેરી જનો હંમેશા તત્પર રહે છે..ખાસ કરી ને સુરત માં રત્નકલાકારો ની વાત કરવામાં આવે તો રક્તદાન ને લઇ હંમેશા સજાગ રહે છે.. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વર્ષ મા 6 રક્તદાન યોજવા ની નેમ લઈ અનોખી પહેલ કરી છે જે અંતર્ગત સુરત ના વિવિધ વિસ્તાર માં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ કારખાના માં કામ કરતા રત્નકલાકારો રક્તદાન કેમ્પ મા ભાગ લે છે.ત્યારે આજરોજ સુરત ના કતારગામ વિસ્તાર માં આવેલ પાનસૂરિયા ઈમ્પેક્સ મા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું..જેમાં 600 જેટલી રક્તયુનિટ ની બોટલો એકત્ર કરી બ્લડબેન્ક માં આપવામાં આવી હતી..દર વર્ષે સુરત ડાયમંડ એસોસિએશન આવા રક્તદાન કેમ્પ યોજી રક્ત ની અછત ને પહોંચી વળવા મોટી સંખ્યા માં રત્નકલાકારો પાસે રક્તદાન કરાવે છે..જોકે રક્તદાતા સ્વૈચ્છિક રીતે રક્તદાન મા જોડાઈ રક્ત આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..

વિડીયો જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સત્યા ટીવી સુરત

Created with Snap
error: