સુરત ના વરાછા ખાતે ની ઘટના
સુરત માં વરાછા ખાતે પરીક્ષા મા મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરી ને આવતા વિવાદ
હિન્દૂ સંગઠન દ્વારા યુવતીઓ નો.વિરોધ કરાયો
પોલીસે વિરોધ કરનાર લોકો ની અટકાયત કરી પરીક્ષા ચાલુ રખાવી
સુરત ના વરાછા ખાતે આવેલ પી.પી સવાણી શાળા ખાતે પરીક્ષા આપવા માટે કઠોર ની યુવતીઓ.આવી હતી જોકે.મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરી ને પરીક્ષા આપવા પહોંચતા હિન્દૂ સંગઠન દ્વારા વિરોધ કરતા મામલો તંગ બન્યો હતો..આખરે પોલીસે આવી તમામ વિરોધ કરતા લોકો ની અટકાયત કરી હતી..
સુરત ના વરાછા ખાતે આવેલી પી પી સવાણી શાળા ખાતે આજરોજ પરીક્ષા નું આયોજન કરાયું હતું..આ પરીક્ષા આપવા માટે અનેક વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યા એ થી પહોંચ્યા હતા.આ દરમ્યાન કઠોર ગામની મુસ્લિમ યુવતીઓ પણ પરીક્ષા આપવા માટે પહોંચી હતી.જોકે તે યુવતીઓ હિજાબ પહેરી ને આવ્યા હોવાનો વીડિયો કોઈએ હિન્દૂ સંગઠન ને મોકલી આપતા.હિન્દૂ સંગઠન ના લોકો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા.કર્ણાટકમાં હિજાબ મામલે થયેલો વિરોધ નો જુવાળ સુરત સુધી આવ્યો હતો.હિન્દૂ સંગઠન દ્વારા શાળા પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા.ઘટના ની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ ની અટકાયત કરી હતી અને મામલો શાંત પાડ્યો હતો.સાથે જ શાળા ને પોલીસે કોર્ડન કરી પરીક્ષા શરૂ રખાવી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત