Satya Tv News

પો.સ.ઇ. શ્રી એ.એસ.વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો.મોતીરામભાઇ સંજયભાઇ બ.નં.૭૮૦ નાઓને બાતમી મળેલ કે, મોજે-નાની બેડવાણ ગામે રહેતા રવિચંદભાઇ વિરમભાઇ વસાવા રહે.નાની બેડવાણ મંદિર ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ ગે.કા.ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવેલ છે. જે બાતમી હકીકત આધારે અમો પો.સ.ઇ.શ્રી એ.એસ.વસાવા તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે રવિચંદભાઇ વિરમભાઇ વસાવા રહે.નાની બેડવાણ મંદિર ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓના કબજા ભોગવટાના ઘરમાં પ્રોહી અંગે રેઇડ કરતા તેના ઘર માંથી ગે.કા.ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના દેશી દારૂ સૌફ પ્લા.ના ક્વાટરીયા નંગ-૩૮૫ કિં.રૂ.૧૯,૨૫૦/- તથા ટૂબર્ગ પ્રીમીયમ બીયર સ્ટ્રોન્ગ નંગ-૬૨ કિં.રૂ.૬૨૦૦/- તથા બોમ્બે સ્પેશીયલ કી પ્લા.ના ક્વાટરીયા નંગ-૭૬ કિં.રૂ.૭૬૦૦/- મળી કુલ કિં.૩.૩૩,૦૫૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત આરોપી રવિચંદભાઇ વિરમભાઇ વસાવા રહે.નાની બેડવાણ મંદિર ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓની વિરુધ્ધમાં દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

Created with Snap
error: