Satya Tv News

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કોસમોસ ટેક્સટાઇલ મિલ્સ માં ગત રાત્રી ના 2 વાગ્યા ના અડસામાં આગ લાગતા કામદાર વર્ગ માં દોડધામ મચી જવા પામી હતી. ઓવર હિટીંગ થતા આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા માં આગ એ વિકરાળ રૂપ ધારણ કરી લેતા કામદાર વર્ગ પ્લાન્ટ છોડી બહાર દોડી આવ્યા હતા અને ડીપીએમસી ફાયર ને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બે જેટલા ફાયર બંબા ની મદદ થી ફાયર ટીમે ગણતરી ની મિનિટો માં આગ પર કાબુ મેળવી લીધો હતો. જયારે આગ પર સંપૂર્ણ કાબુ અર્ધા કલાક ની જહેમત મેળવ્યો હતો આ પગલે કોઈ જાનહાનિ ના સર્જાતા કંપની મેનેજમેન્ટ એ રાહતનો દમ લીધો હતો. જો કે આગ ના પગલે કંપની વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.

error: