ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત સિકલીગર ગેંગના સાગરીતને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો
કુલ 55 હજારનો મુદ્દામાલ રિકવર કરી તેને અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી
પાદરા ટાઉનમાં બે અલગ અલગ મકાનોમાંથી કુલ 65 હજારથી વધુના મુદ્દામાલની કરી હતી ચોરી
અંકલેશ્વર શહેરમાંથી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત સિકલીગર ગેંગના સાગરીતને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાદરા ટાઉનમાં બે અલગ અલગ મકાનોમાંથી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 65 હજારથી વધુના મુદ્દામાલની ચોરીમાં સંડોવાયેલ કુખ્યાત સિકલીગર ગેંગના સાગરીત અંકલેશ્વરમાં આવ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ચોરીની ઘટનામાં ઉપયોગ લીધેલ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે વડોદરાના તરસાલી ખાતે રહેતો મંજિતસિંગ નિહાલસિંગ ટાંકને ઝડપી પાડી બાઈક મળી કુલ 55 હજારનો મુદ્દામાલ રિકવર કરી તેને અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર