Satya Tv News

દેશની વિવિધ યુનિવર્સીટીના બોગળ માર્કશીટ કૌભાંડ પકડાયા બાદ હવે આ દિશામાં નર્મદા પોલીસ વધુ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જેમાં નર્મદા પોલીસે બોગસ માર્કશીટ કૌભાંડમાં વધુ ચાર આરોપીઓને ઝબ્બે કર્યા છે.

અગાઉ પકડાયેલા 12આરોપીઓ સાથે હવે કુલ-16આરોપીઓ ઝડપાયા છે.

નર્મદા પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ પકડાઈ રહ્યા છે.હાલમાંજ પોલીસે દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પહોંચી બીજા ૪આરોપીઓને ઝડપી પાડયા છે. રાજપીપળા ટાઉન પી.આઈ.જે.જીચૌધરી, પીએસઆઈ એમ.આઈ.શેખ ( અને અન્ય પોલીસ ટીમોએ નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અલગ અલગ કુલ દસ ટીમોએ દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ અનેહરિયાણા જેવા વિવિધ રાજ્યોમાંપહોંચી બોગસ માર્કશીટ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓમાં

૧) રોહિત અનિલભાઈ વર્મા (ગાજીયાબાદ)
(૨) રાજીવવિનોદભાઈ તિવારી (નોઈડા,ઉત્તરપ્રદેશ)
(૩) અમરેન્દ્ર અશોકભાઈપુરી, (પલ્લા,ફરીદાબાદ, હરિયાણા)
તથા રોહિત ઉર્ફે નિલેશ રવિન્દ્ર પુરીને(જીરકપુર, મોહાલી, પંજાબ) બોગસ
માર્કશીટ કૌભાંડમાં પકડી લાવી કોર્ટમાંરજૂ કર્યા છે જેમાં આ ચાર પૈકી રોહીતઅશોકભાઈ પુરીના કોર્ટે રિમાન્ડ ન આપતા તેને જેલ મા મોકલી અપાયો છેજ્યારે બાકીના ત્રણ આરોપીઓનાત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતા તેમનેરાજપીપળા પોલીસ સ્ટેશનમાં લવાયાહતા.આમ અત્યાર સુધી આ ગુનામાં કુલ
૧૬ આરોપીઓની ધરપકડ કરાઈ છે.અને હજી વધુ પૂછપરછ તપાસ હાથ ધરાઈ રહી છે.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: