Satya Tv News

નેત્રંગ ટાઉનમા રહેતા પટેલ પરીવારોના બે યુવાન પુત્રો યુક્રેનમા ફસાતા પરીવારમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકાર થકી થઇ રહેલા વતન વાપસી લાવવાના પ્રયત્નોને લઇ હેમખેમ બન્ને યુવાનો ધરે પરત આવશેનો વિશ્વાસ યુવકના પરિવાર જનો બાધી રહ્યાં છે.

રશિયા અને યુકેન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા યુદ્ધને લઇને દેશભરમાથી તેમજ ગુજરાતમાંથી યુક્રેન અભ્યાસ અર્થે તેમજ રોજગારી અર્થે ગયેલા લોકોને સરકાર ભારત લાવી રહી છે. ત્યારે નેત્રંગ ટાઉનમાંથી પણ બે નવયુવાનો યુક્રેનમા ફસાયા હોવાની માહિતી બહાર આવી છે. નેત્રંગ ટાઉનમાં મેડીકલ સ્ટોર ધરાવતા ધર્મેશ નગીન પટેલનો પુત્ર પ્રિત ધર્મેશ પટેલ ઉ.વ. 22 જે યુક્રેનમા MBBS ફાઈનલ વર્ષના અભ્યાસના કરી રહ્યો છે. પ્રીતને અભ્યાસ માટે થોડાં જ મહીનાઓ બાકી રહ્યો છે. તેવા સંજોગોમા યુદ્ધ શરૂ થતા પ્રિતના પરીવારમાં ચિંતા નું મોજું ફરી વળ્યુ હતું. આ સાથે જીનબજાર વિસ્તારમાં મુકેશ મુળજી પટેલનો અપણિત વર્ષનો પુત્ર નિલેશ મુકેશભાઇ પટેલ લાખો રૂપિયા નો ખર્ચ કરીને રોજગારી મેળવવા માટે 6 ફેબુઆરીના રોજ યુક્રેન ગયો હતો. ત્યા જ યુદ્ધ શરૂ થતા આ યુવાન કફોડી હાલત મા મુકાયો છે. યુદ્ધ જેવી આવી પડેલી આફતને લઇને અધુરા સપના પુરા કરી શકશે નહિ. પરીવાર જનનો પોતાનો દીકરો હેમખેમ પરત ધરે ફરે તેવી આશ લઇને બેઠા છે. સરકાર દ્રારા યુકેનમા ફસાયેલ તમામ ભારતીયોને પાછા વતન લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તે જોતા બન્ને યુવાનો પણ વહેલા પરત આવે તેવી પ્રાર્થના ટાઉનના લોકો કરી રહ્યા છે. સર્વે બાદ mભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી તેમજ જીલ્લા પોલીસ વડા કચેરી તરફથી ટેલિફોનિક સંપર્ક પરીવારજનનો સાથે કરવામા આવ્યો હતો.

error: