Satya Tv News

રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં યુદ્ધના કારણે વિદ્યાર્થી ફસાયા

શિનોરના સતીષાણા ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો

પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી

રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં યુદ્ધના કારણે યુક્રેનમાં 4 માસ અગાઉ અભ્યાસ અર્થે ગયેલ સતીષાણા ગામનો વિદ્યાર્થી ભાર્ગવ મકવાણા તથા શિનોર ગામનો અન્ય એક વિદ્યાર્થી યુક્રેનમાં ફસાઈ જતાં તેઓના પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં યુધ્ધમાં અનેક ભારતીયો અને ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં છે.ત્યારે શિનોર તાલુકાના સતીષાણા ગામનો વિદ્યાર્થી ભાર્ગવ મકવાણા અને શિનોર ગામનો અન્ય એક વિદ્યાર્થી 4 માસ અગાઉ જ ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ ના અભ્યાસ અર્થે યુક્રેન ગયા હતાં.અને ત્યાં ની યુરોપિયન યુનિવર્સિટીમાં અભ્યાસ શરુ કર્યો હતો.પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં યુધ્ધમાં ભાર્ગવ મકવાણા તથા શિનોર ગામનો અન્ય એક વિદ્યાર્થી યુક્રેનમાં યુધ્ધ ની વિષમ પરિસ્થિતિમાં ફસાતાં પરિવારજનો ચિંતિત બન્યાં છે.ત્યારે આજરોજ સતીષાના ગામના વિદ્યાર્થી ભાર્ગવ મકવાણા ના મમ્મી પપ્પાએ મીડિયા સાથે વાતચીત કરતા તેઓની આપવિતી જણાવવાની સાથે વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હાલ યુક્રેનમાં ફસાયેલાં અનેક વિદ્યાર્થીઓ પૈકી શિનોર તાલુકાના ફસાયેલાં બે વિદ્યાર્થીઓ અંગેની ચર્ચા શિનોર પંથકમાં ટૉક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: