Satya Tv News

ગુનાખોરીને લગામ કસવા માટે સુરત પોલીસ એકશન મૂડમાં આવી ગઈ છે. ત્યારે ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં. દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતાં પોલીસે બન્નેને ઝડપી લઈને આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ખટોદરા પોલીની ટીમના સર્વલન્સ સ્ટાફના પી.એસ.આઈ આર.એસ. પટેલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી, ચેતન ભાઈ રમણલાલને ચોક્કસ બાતમી મળી હતી કે, અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હત્યારો સાથે રાખીને ફરી રહ્યા છે. પીએસઆઇ આર.એસ પટેલે ટીમ સાથે મળીને સોહમ સર્કલ પાસે વોચ ગોઠવી બાળ કિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો. જેમની સ્કૂલ બેગમાંથી ચોપડા ને બદલે ઘાતકી હથિયાર એટલે કે, દેશી તમાચો અને છરા મળી આવ્યા હતા. એક આરોપી ૧૬ વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે.

આરોપીની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલશિંગ (ઉધના) પાસેથી લાવ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.વાલીઓને પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ શું કરી રહ્યા છે, કોની સાથે ફરે છે, ક્યાં ફરે છે, તેમજ કોની સાથે રહે છે. આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ (રહે. એસ.એમ.સી આવસ, ખટોદરા) અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: