Satya Tv News

ફરી એક વાર આજે સવારે ધરા ધ્રુજી છે. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો છે. આજે સવારે 07.50 કલાકે રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે.

તમને જણાવી દઈએ કે, કચ્છમાં હવે ભૂકંપ આવવો સામાન્ય બની ગયો છે. અઠવાડિયા અગાઉ પણ કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 12:50 કલાકે રિક્ટર સ્કેલ પર તેની પણ તીવ્રતા 3.4ની નોંધવામાં આવી હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર હતું.

error: