Satya Tv News

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલો છોડી રહી છે. કિવમાં સામાન્ય નાગરિકોને બંકરો કે ઘરના ભોયરામાં જતા રહેવા જણાવવામાં આવ્યું છે. યુક્રેને ચેચન્યા ફોર્સ તરફથી રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને નિશાન બનાવવાની કોશિશ નિષ્ફળ કરી હોવાનો દાવો કર્યો છે. જેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર રક્ષા સહયોગ અંગે વાતચીત કરી છે. આ બધા વચ્ચે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં યુક્રેન સંકટ પર 7 અને 8 માર્ચના રોજ સુનાવણી થશે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે યુદ્ધના 6 દિવસમાં રશિયાના 6000 જેટલા સૈનિકો માર્યા ગયા છે.

error: